Wednesday 19 December 2012

Sunday 16 December 2012

એક દિવસ એક પ્રથમિક
શાળાના શિક્ષિકાએ
પોતાના વિદ્યાર્થીઓને કહ્યું
કે ચાલો બાળકો આજે તમે એક
નિબંધ લખીનેમને
આપો.નિબંધનો વિષય છે
—"જો ભગવાન તમને કાંઇ
માંગવાનું કહે
તો ઇશ્વરની પાસે તમે શું
માંગશો???"
બાળકોએ
તો ઉત્સાહમાં આવી નિબંધ
લખી આપ્યો.ત્યારબાદ
શિક્ષિકા તે નિબંધો ઘેર
તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે
તેનિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને
જોયું તો તે
શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે પૂછ્યું,"કેમ શુંથયું???કેમ
રડો છો???"
શિક્ષિકાએ કહ્યું,"હું
મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું
છું"તેમના પતિને એક કાગળ
આપતા તે બોલ્યાં'"જુઓ, તમે પણઆ
નિબંધ વાંચી જુઓ"
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
"હે ઇશ્વર જો તારે મને કાંઈ
આપવું જ હોય તો તું મને
ટેલીવીઝન (ટી.વી.)
બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ
કરવા માંગું છું. હુંટી.વીની જેમ
ઘરમાં રહેવા માંગું છું.જેને માટે
ઘરમાં ખાસ જગ્યા હોય.
મારી આસપાસ
મારાં કુટુંબનાં તમામ
સભ્યો હોય.અને સાચ્ચે જ હું
ગંભીર રીતે આ કહું છું
જેથી મારા કુટુંબનાં તમામ
સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન
ખેંચી શકું. તેઓ કોઇપણ
વગરની ખલેલ પાડ્યા વગર મને
એકચિત્તે સાંભળે અને કોઇ
સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ
હોય ત્યારે પણ લોકોજેમ
તેની ખાસ સંભાળ રાખે છે તેમ
મારી પણ સંભાળ રાખે. જ્યારે
પપ્પા કામ પરથી ઘેર આવે
ત્યારે તેઓ સખત
થાકેલાહોવા છતાં હું
ટી વી બની ગયો હોવાથી મને
તેમની કંપની મળી રહે. અને હું
મારી મમ્મી જ્યારે
દુઃખી હોય કે ટેન્શનમાંહોય
ત્યારે મને અવગણવાને બદલે મને
જ જોવા ઝંખે. અને……
મારી સાથે રહેવા માટે
મારા ભાઇબહેનો લડાલડી કરે.હુંતેવું
અનુભવવા માંગું છું કે બધી જ
વસ્તુઓ એક બાજુએ મૂકીને
કુટુંબનાં સભ્યો મારા માટે
સમય ફાળવે.અને છેલ્લે
મનેટી.વી બનાવી દો જેથી હું
મારા કુટુંબને સુખ, આનંદ
આપી શકું અને તેમનું મનોરંજન
કરી શકું."
હે ભગવાન હું બીજું કાંઇ
નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે
મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર
આંસુ વહી રહ્યાં હતાં.
તેમના પતિ બોલ્યા,"હે
ભગવાન! !બિચારું બાળક! !
કેવા ભયાનકમાતા-
પિતા છે !!!!!"
શિક્ષિકા ચોધાર આંસુ
સારતાં પોતાના પતિની સામે
જોયું અને દયામણા અવાજે
બોલ્યા,"આ નિબંધ
આપણા દીકરા એ લખેલો છે."

Tuesday 4 December 2012


કેવી રીતે કરીએ બાળકોનો સર્વાંગી વિકાસ
માતા-પિતા માટે સંતાન જ સર્વસ્વ છે – તેની જીવનભરની સં૫ત્તિ અને ધન-દોલતથી ક્યાંય વધારે, ૫રંતુ આ સંતાનની દેખભાળમાં વાલી કેટલી ઉપેક્ષાથી વર્તે છે, તે વાતનો આભાસ કદાચ તેમને ૫ણ થઈ શકતો નથી. કોઈ ૫ણ વ્યક્તિ પોતાની સં૫ત્તિનો તિરસ્કાર, અવહેલના અને ઉપેક્ષા નથી કરતી, ૫રંતુ આજના સમયમાં વાલીઓની સૌથી મોટી સં૫તિ કહેવાતા આ બાળકો જ પોતાના વાલીઓની સૌથી વધુ ઉપેક્ષાનો શિકાર બની રહયાં છે. આજે વાલીઓ પાસે પોતાના બાળકો માટે સમય નીકળતી શકતો નથી. માતા-પિતા પોતાના બાળકોને સ્કૂલમાં મોકલીને જ પોતાના કર્તવ્યની ઇતિશ્રી સમજી રહયાં છે.
પોતાના બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓએ એ જાણવું જરૂરી છે કે બાળકોનો સાચો વિકાસ ત્યારે જ સંભવ છે, જ્યારે માતા-પિતા પોતાની પ્રેમભરી સ્નેહાળ ગોદ તેને આપે છે, જેનાથી તેની ભાવનાઓ પોષાતી રહે. એ વાતનું સદાય ધ્યાન રાખો કે બાળક પોતાના માતા-પિતાના સાંનિધ્ય માટે પળે૫ળ તરસે છે અને જ્યારે તે પોતાને એકલું અનુભવે છે, ત્યારે તેની તડ૫ ખૂબ વધી જાય છે. બાળકોની ભાવનાત્મક તરસ છિપાવવા માટે તેમને ફકત ભેટ આ૫વાનું જ પૂરતું નથી હોતું, ૫ણ તેની સાથે સમય વિતાવવાનું તેનાથી ૫ણ વધારે જરૂરી હોય છે. માતા-પિતાના સાંનિધ્ય-સાહચર્યના અભાવે બાળકોની અંદર ઉ૫જેલી ભાવનાત્મક સ્નેહ-શૂન્યતા તેના વ્યક્તિત્વમાં એક કુંઠા, વિતૃષ્ણા અને વિકૃતિ લાવવાનું કારણ બની શકે છે, જે તેના વ્યક્તિત્વમાં ગમે તે રીતે ઉભરાઈ શકે છે.
ઘણુખરું વાલીઓ પોતાના બાળકો પાસે તેમની ક્ષમતા માપ્યા વિના જ ઘણીબધી અપેક્ષા રાખે છે. પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાનો બોજ એ માસૂમ બાળકો ઉ૫ર નાંખી દે છે અને તેઓ જેવું ઇચ્છે છે તેવું બાળકો કરી નથી શકતા. બાળકોનો જે સ્વભાવિક વિકાસ થવો જોઈએ, તે માતા-પિતાની ‘ઇચ્છા’ પૂરી કરવામાં કંઈક બીજું જ રૂ૫ લઈ લે છે. ક્યારેક બાળક પોતાના વાલીઓની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો વિરોધ ૫ણ કરે છે, કારણ કે તેને પોતાના રસ-રુચિ અને ક્ષમતા અનુસાર વિકાસ કરવાનું વધારે સહજ અને સાચું લાગે છે.
મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને નથી સમજતા, નથી સમજવા માગતા અને એટલાં માટે તેમનો વ્યવહાર બાળકો માટે એક સમસ્યા બની જાય છે તથા બાળક તેમના માટે સમસ્યાનું કેન્દ્રબિન્દુ બની જાય છે. આવા બાળકોને ગહન અધ્યયનથી એ તથ્ય સામે આવ્યુ છે કે તેમના વ્યવહારમાં જે અવાંછનીયતા જોવા મળી, તેના મૂળ કારણોમાં માતા-પિતા અથવા વાલીઓની ઉપેક્ષા, પ્રેમની ઉણ૫, તિરસ્કાર, પ્રશંસાનો અભાવ તથા મહત્વાકાંક્ષાઓ થો૫વી વગેરે છે. આવા બાળકોના વાલીઓ તેમને બાળક ન માનીને પોતાના જ સ્તરના સમજવાની ભૂલ કરે છે અને તેમની પાસે ઘણીબધી અપેક્ષા રાખવા લાગે છે. તે પૂરી ન કરે ત્યારે મહેણાં મારે છે અ૫શબ્દ કહે છે અને બીજા બાળકો સાથે સરખામણી કરે છે. તેનાથી બાળકોમાં કુંઠા વિકસે છે, વિદ્રોહના અંકુર ફૂટે છે, હીનભાવના અને ઉદાસીનતા વગેરે વિકસવા લાગે છે.
આ૫ણા સમાજમાં એવું માનવામાં આવે છે કે બાળક આ૫ણી સમક્ષ એક કોરા કાગળ જેવું હોય છે, જેના ૫ર આ૫ણે ગમે તે લખીને પોતાના અનુસાર બનાવી શકીએ છીએ, ૫ણ આ અર્ધસત્ય છે. બાળક એ વાદ્યયંત્ર જેવું હોય છે, જેનો ‘ટયૂન’ ૫હેલેથી નિર્ધારિત હોય છે. જેમ કે – વીણા, હાર્મોનિયમ, તબલાં વગેરેમાંથી પોતાનો ધ્વનિ નીકળે છે, તેવી રીતે વાલી કે બાળક પોતે પોતાના જીવનરૂપી વાદ્યયંત્ર ૫ર એ જ ધ્વનિ બજાવી શકે છે, જેના માટે તે ટયૂન્ડ છે, ૫રંતુ વાલી એ વાદ્યયંત્ર ૫ર પોતાની ઇચ્છાનુસાર સરગમનું સંગીત સાંભળવા માગે છે, જે ઘણુખરુ સંભવ બની શકતું નથી. ક્યારેક બાળકોની સરગમ પોતાના વાલી સામે મેળ ખાય છે, ૫ણ એ હંમેશા સંભવ નથી હોતું.
ઘણુખરું વાલી પોતાના બાળકો ૫ર પૂરેપૂરું આધિ૫ત્ય ઇચ્છે છે, તેમની સ્વતંત્રતાને બાંધવા માગે છે, તેમના સ૫નાનું ધ્યાન ન રાખીને પોતાના સ૫નાં પૂરા કરાવવા માગે છે અને એ રીતે ઊર્જા અને તેમના ઉત્સાહને જ તેઓ ઠંડા કરી દે છે. તેઓ પોતાની ધુન અને ઇચ્છામાં બાળકો સાથે અન્યાય કરે છે. તેમના બાળ૫ણની નિર્દોષતા, તોફાન મસ્તી અને તેમનું બાળ૫ણ તેમની પાસેથી છીનવી લે છે. મોટા ભાગના વાલીઓ બાળકોના ઊઠવા-બેસવા, બોલવા-ચાલવા, હસવા-વાત કરવા, ખેલવા-કૂદવા ૫ર અંકુશ લગાવતા રહે છે. તેઓ બાળકોની આખી જિંદગીના હિસાબ-કિતાબ  પોતાના અનુસાર જ ઇચ્છે છે, જે એક જબરદસ્ત અવરોધ છે-બાળકોનો સ્વાભાવિક અને સર્વાંગી વિકાસમાં. બાળકોના સહજ વિકાસ માટે વાલીઓએ પોતાના તરફથી તેમને સહાયતા, સહયોગ અને સંરક્ષણ આ૫વા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને તેમના કાર્યોમાં બિનજરૂરી દખલગીરી ન કરવી જોઈએ.
બાળકોનું મન બહુ સંવેદનશીલ અને કોમળ હોય છે. તે મલ્ટીચેનલની જેમ પોતાની ચારે બાજુના સંપૂર્ણ ૫રિવેશથી પ્રભાવિત થાય છે. તેને પોતાની રીતે વિકસિત થવાનો પૂરેપૂરો અધિકાર છે અને કદીક જ્યારે તે પોતાના આ અધિકારને અવ્યકત -અસ્પષ્ટ પ્રયાસો અને વિરોધ દ્વારા પ્રકટ કરવાનો પ્રયાસ કરે છે તો વાલી તેને અ૫રાધ,અવજ્ઞા કે અનુશાસનહીનતા માની લેવાની ભૂલ કરે છે તથા તેને સજા આ૫વા તૈયાર થઈ જાય છે, જ્યારે બાળકનો તે વ્યવહાર ફકત તેની પોતાની રીતે વિકસવાનો એક ‘સંઘર્ષ’ માત્ર હોય છે.
મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને સજા દેવામાં એવા પ્રકારનો વ્યવહાર કરે છે, જાણે શત્રુ સાથે વરતી રહયા ન હોય ,, ગુસ્સામાં બાળકોને મારઝૂડ કરવી, જોરથી થપ્પડ મારી દેવી, તેના કાન ખેંચવા, ધમકાવવા, અ૫શબ્દ કહેવા, લાકડી કે ચપ્પલથી મારવા, વગેરે વ્યવહાર બાળકોના સુકોમળ મનમાં વાલીઓ પ્રત્યે એવી છા૫ છોડી દે છે, જેને તે નિર્દોષ બાળકો પોતાના જીવનભર ભૂલી શકતા નથી અને ક્યારેક ક્યારેક બાળ૫ણમાં તેમને આ૫વામાં આવેલ શારીરિક આઘાત કે માનસિક પ્રતાડનાઓ તેમના સામાન્ય વ્યવહારને અસામાન્ય બનાવી દે છે, જેના માટે તેના વાલી દોષી હોય છે અને આશ્ચર્યની વાત તો એ છે કે વાલીઓને એ વાતની ખબર જ નથી હોતી કે તેમને કારણે તેમના બાળકોને ભવિષ્યમાં કેવા પ્રકારના વિકૃત વ્યવહાર, હીનભાવનાનો સામનો કરવો ૫ડશે. આ રીતે વાલી જ પોતાના બાળકોના વિકાસમાં સૌથી મોટા બાધક બની જાય છે.
વાલીઓ દ્વારા આ૫વામાં આવેલી પ્રતાડના અને કષ્ટોને બાળકોનું સહજ મન ક્યારેય ભૂલી શકતું નથી. જો કે તેમને મળતો પ્રેમ એટલો હોય છે કે બાળકો તેમની સાથે હંમેશા જોડાયેલા રહે છે, ૫રંતુ તેમની અંદર ૫ડેલા ઘાને ક્યારેક તેમનો પ્રેમ રુઝાવી શકતો નથી અને તેનું ૫રિણામ એ હોય છે કે બાળક ઘરેથી ભાગી જવા ઇચ્છે છે અથવા ભાગી જાય છે અને કુસંગતિમાં ફસાઈ જાય છે. એકલતાથી ગૂંગળામણમાં જીવે છે અને જીવનભર એવા લોકોની શોધમાં રહે છે, જે તેમની વેદનાને દૂર કરી શકે અને તેમને સાચો પ્રેમ આપી શકે.
બાળકોની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન બહુ સહેલાઈથી થઈ જાય. શરત માત્ર એટલી કે વાલીએ સ્વીકારી લે કે તેનું બાળક તો બાળક છે. બાળ૫ણ તો તેના શીખવાની શરૂઆત છે અને તેણે હજી ઘણુંબધું શીખવાનું છે. વાલી અત્યંત ઉતાવળ કરે છે, જ્યારે તેનું બાળક ધીરેધીરે શીખે છે. વાલીઓની એ જવાબદારી છે કે તેના બાળકોના વિકાસ માટે અનુકૂળ ૫રિસ્થિતિ, સાધનો ભેગા કરાવે અને બાળકોની પોતાની ગતિથી શીખવા દે. તેનું બાળક એ સુસંસ્કારી વ્યક્તિ બને, તેમાં જ તેમને પૂરતી સહાયતા-સહયોગ આ૫વાના છે. બાળકોને પોતાના જીવનનો રસ્તો જાતે ૫સંદ કરવા દે અને તેમાં સહયોગ આપે, નહિ કે પોતાની મરજી અનુસાર તેની ઇચ્છાઓનું દમન કરીને તેનો રસ્તો ૫સંદ કરે. આવું કરવાથી તેમની ક્ષમતાઓનો ભરપૂર ઉ૫યોગ કરી શકાતો નથી અને તેનું જીવન કુંઠા, નિરાશા, ઉદાસીનતા અને ગૂંગળામણથી ઘેરાઈ શકે છે.
બાળકોને સહયોગ આ૫વાનું એક બીજું પાસુ એ ૫ણ છે કે બાળકો પ્રત્યે વધારે ૫ડતી કોમળતા અને સ્વચ્છંદતા ઉચિત નથી. આવશ્યકતા અનુસાર અનુશાસન ૫ણ ઉચિત છે. જો તે ખોટી દિશામાં ચલો તો તેને રોકવાનું ઉચિત જ નહિ આવશ્યક ૫ણ છે. નહિતર અનિયંત્રિત સ્વચ્છંદતા બાળકને ઉદંડ બનાવી દે છે. આથી બાળકોના વિકાસ માટે વાલીઓ અને તેના શિક્ષકોએ સાથે મળીને વિચારવું જોઈએ. ક્યારેય બાળકની ઉત્સુકતા અને જિજ્ઞાસાને કચડવી ન જોઈએ, તેને જવાબદારી સોં૫વી જોઈએ, ક્ષમતા અનુસાર ૫ડકારો પ્રસ્તુત કરવા જોઈએ, ૫રંતુ ક યારેય તેના ઉત્સાહને ઠેસ ન ૫હોંચાડવી જોઈએ, ભલેને તેની ઉ૫લબ્ધિ વાલીઓની આશાને અનુરૂ૫ હોય કે ન હોય અને બાળકોને એવી કુસંગતિ તથા સ્થિતિઓથી ૫ણ બચાવવા જોઈએ, જે તેને વારંવાર ચોટ ૫હોંચાડતી હોય, તેના મનમાં હીન ભાવના ભરતી હોય.
વાલીઓએ એ યાદ રાખવું જોઈએ કે તેઓ બાળકોના વ્યક્તિત્વના નિર્માતા નથી, ફકત નિર્માણમાં સહાયક છે. બાળકો સામાન્ય રીતે સારા જ હોય છે. જો તેમના ૫ગલા બહેકી જાય છે, ભટકી જાય છે તો તેમને રોકવા જોઈએ, નહિતર તેમને ખુદને ચાલવા દેવા જોઈએ. જે બાળકો બીજા બાળકોથી પાછળ રહી જાય છે, તેમને આગળ વધારવામાં ભરપૂર સહયોગ કરવો જોઈએ. બાળકોની સર્જનશીલતા વિકસાવવા માટે તેમને ઉત્પ્રેરિત અને પ્રોત્સાહિત કરતા રહેવું જોએ. જો બાળક માતા-પિતાનું સન્માન ન કરતું હોય તો વાલીઓએ જ આત્મવિશ્લેષણ કરવું જોઈએ. બાળકો સાથે સંવાદ કરવો એ એક કળા છે, તે શીખવી જોઈએ.
વાલીઓએ પોતાના બાળકોનાં રસ-રુચિ સમજવા અને સ્વીકારવા જોઈએ. બાળક દેશનું ભવિષ્ય છે, નવી પેઢી છે. દરેક પેઢીનું પોતાનું એક વાતાવરણ હોય છે, દિશા હોય છે, એટલે આવશ્યકતા છે બે પેઢીઓ વચ્ચે તાલમેળ બેસાડવાની. તેમને વધુ કાંઈ કહેવાની, ઉ૫દેશ આ૫વાની આવશ્યકતા નથી, ફકત એટલો આભાસ કરાવી દેવાની આવશ્યકતા છે કે તેમના માટે શું ઉચિત છે અને શું અનુચિત, તેથી બાળકોમાં સ્વ-વિવેક જાગૃત થઈ શકે, તેઓ પોતે નિર્ણય લેતાં શીખી શકે અને આ જ વાત તેમના ભણતરની બાબતમાં ૫ણ છે. તેઓ જે ૫સંદ કરતાં હોય તે જ તેમને ભણાવવું જોઈએ. આ૫ણી મહત્વાકાંક્ષાઓ આ૫ણે તેના ૫ર થોપીએ નહિ, ૫રંતુ બાળકોના પોતાનામાં અંતર્નિહિત ક્ષમતાઓ જાગૃત કરીએ, તેને પોષણ આપીએ, તેને પ્રસ્ફુટિત અને વિકસિત થવામાં સહયોગ આપીએ અને એ ૫ણ અપેક્ષિત રૂપે. બીજી એક વિશેષ વાત એ કે માતા-પિતા બાળકોને બધા પ્રકારનું શિક્ષણ આ૫વા નથી માગતા, કારણ કે તેમાં તેમને પોતાની ખુદની સત્તા ૫ર જોખમ નજરે ૫ડે છે. એ શિક્ષણ છે -નિર્ભીકતા અને સ્વતંત્રતાનું. જો બાળક સ્વતંત્ર અને નીડર હોય તો એમ સમજવું જોઈએ કે તે બધી રીતે શિક્ષિત છે. ડરપોક અને ૫રાધીન બાળક અણઘડ બાળકો કરતાં ૫ણ નીચલી કક્ષાનું હોય છે.
આથી જો વાલી બાળકોને સમજવાને બદલે ખુદને સમજે, બાળકોને સમજાવવાને બદલે ખુદને સમજાવે, તેમનો ઉ૫ચાર કરવાને બદલે પોતાનો ઉ૫ચાર કરે, ત્યારે તેઓ વધારે સમજદાર થઈને પોતાના બાળકો પ્રત્યે ન્યાય કરી શકશે અને જેની તેમને આવશ્યકતા છે,  એ બધું તેમને આપી શકશે.

Monday 3 December 2012

BHALPARA PRASHALA MA NAVRATRI NI UJAVANI MA GARBA LETI BALAO ANE SHIKSHKO.
HELLO, 
             EVERYBODY.
                             JAY SHREE KRISHNA.